September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાર્દિક જોશી કરાટે એકેડમીએ વિશેષ યોગ સત્ર સાથે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિત્તે, હાર્દિક જોશી કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ એક ખાસ યોગ સત્ર કરવા માટેનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં શારીરિક, માનસિક અને આંતરિક શક્‍તિ પ્રત્‍યેનું સમર્પણ દર્શાવ્‍યું હતું. 2001 માં તેની શરૂઆત થઈ ત્‍યારથી, હાર્દિક જોશી કરાટે એકેડમી માર્શલ આર્ટ અને યોગ તાલીમને એકીકળત કરી વિશિષ્ટ તાલીમ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
શ્રી હાર્દિક જોષીએ ગર્વથી જણાવ્‍યું હતું કે, બે દાયકાથી વધુ સમયથી, અમે માર્શલ આર્ટ અને યોગ પ્રશિક્ષણના વિશિષ્ટ સંયોજનને પ્રદાન કરી રહ્યા છે. આ ટ્રેનિંગથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે,તેમની શારીરિક ક્ષમતા, માનસિક સ્‍થિતિસ્‍થાપકતા અને આંતરિક શક્‍તિમાં વધારો થયો છે.
માર્શલ આર્ટ ગતિ દ્વારા શિસ્‍ત શીખવે છે, યોગ શાંતિ દ્વારા શિસ્‍ત શીખવે છે. આ સંયોજનથી સંતુલિત આત્‍માનો વિકાસ થાય છે.

Related posts

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

Leave a Comment