(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: આજરોજ સંસદભવન દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાતદરમ્યાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને વલસાડ-ડાંગ મતવિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતુ, તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વલસાડ-ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશૈલીની ખુબજ સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સ્વલિખિત મોદી વીથ ટ્રાયબલ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous post