Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશના થયેલા સર્વાંગી વિકાસની આપેલી ઝલકઃ સેલવાસ દમણ આવવા આપેલા આમંત્રણનો મુખ્‍યમંત્રીશ્રીએ કરેલોસ્‍વીકાર


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી ડો. હેમંત બિશ્વા સરમાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળમાં ગગાના આસામી પીપલ્‍સ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી ચંદન બરૂઆ તથા મહારાષ્‍ટ્ર સ્‍ટેટ કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગિસ્‍ટ એસોસિએશનથી શ્રી સંજયકુમાર શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે મુખ્‍યમંત્રી ડો. હેમંત બિશ્વા સરમાને સંઘપ્રદેશની મુલાકાતનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. તેમણે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ મોદી સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા પ્રવાસન, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સાંસ્‍કૃતિક વિકાસની ઝલક પણ જણાવી હતી.
આસામના મુખ્‍યમંત્રી સમક્ષ આસામી પીપલ્‍સ એસોસિએશન ગુજરાત અને દાનહ-દમણના નામધર (મંદિર)ના થનારા નિર્માણ માટે સહયોગ અને આશીર્વાદ પણ માંગવામાં આવ્‍યા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ દાદરા નગર હવેલી અને દમણમાં રહેતા લગભગ 7 હજાર જેટલા આસામી પરિવારોને ભાજપના છત્ર હેઠળ લાવવા પણ મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું. મુખ્‍યમંત્રી શ્રી હેમંત બિશ્વા સરમાએ સેલવાસ અને દમણ આવવાનુંઆમંત્રણ પણ સ્‍વીકાર્યું હોવાનું પ્રતિનિધિ મંડળ દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્‍ટ ટ્રોફી ટુર્નામેન્‍ટમાં પસંદગી

vartmanpravah

Leave a Comment