October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

છેલ્લા ચાર દિવસથી દિવસભર લગાતાર ઝાપટા પડી રહ્યા છે : 100 ટકા ઉપરાંત વરસાદ પડી ચૂક્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. અરબી સાગરમાં લોપ્રેસર સર્જાવાથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હજુ આગામી સમયમાં તોફાની વરસાદ આવી શકે એમ છે.
વર્તમાન ચોમાસામાં વલસાડ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્‍યો છે. વાપીની વાત કરીએ તો વાપીમાં 125 ઈંચ વરસાદ પડી ચૂક્‍યો છે અને આ આંકડો હજુ વધી શકે એમ છે. વાપી સહિત જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે. વધુ વરસાદની આગાહીને પગલે પ્રશાસને માછીમારો માટે ચેતવણી આપી છે કે દરિયામાં જવુ નહીં તેમજ બીજા સલામતિના પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે. જો વરસાદનો મિજાજ બદલાશે નહીં તો આગામી નવરાત્રી મહોત્‍સવ બગાડી શકે તેવો હાલમાં તકાજો છે. સતત વરસી રહેલા વરસાદથી સામાન્‍ય જનજીવન પ્રભાવિત બની રહેલું છે. હાઈવે ઉપરના વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે તો રોજ અપ-ડાઉન કરતો વર્ગ હાલમાં મુશ્‍કેલીમાં મુકાઈ ચૂક્‍યો છે.

Related posts

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

Leave a Comment