January 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

વાહન ચાલકોએ પીપલખેડ થઈ કેલિયા ફાટક, સુખાબારી-રંગપુર-લીમઝર થઈ ઉમરકુઈ રસ્‍તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: વાંસદા તાલુકામાંથી પસાર થતાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ વાપી-શામળાજી હાઈવે રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ- 56 (રાણી ફળિયા- પીપલખેડ- ખાનપુર) ઉપર ચેઈનેજ કિ.મી. 654/00 થી 154/200 પર આવેલ રબલ મેશનરી સ્‍લેબ ડ્રેઇન તૂટી ગયેલ છે. જેની જાણ જિલ્લા વહીવટીતંત્રને થતાં તાત્‍કાલિક અધિકારીઓ સ્‍થળ પર પહોંચી જઈ રસ્‍તો બંધ કરવામાં આવ્‍યો હતો. અને બે દિવસ માટે વાહનચાલકો માટે રસ્‍તાનું ડાયવર્ઝન આપી રોડ રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્‍યું છે. જેનું ટૂંક સમયમાં કામ પૂર્ણ કરીને ફરી પૂર્વવત કરવામાં આવશે. હાલમાં વાહનચાલકોએ વૈકલ્‍પિક માર્ગ તરીકે પીપલખેડ થઈ કેલિયા ફાટક, કેલિયા, સુખાબારી-રંગપુર-લીમઝર થઈ ઉમરકુઇ રસ્‍તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

Related posts

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

Leave a Comment