October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરી સમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ચીખલી વિસ્‍તારમાં બ્‍લેટ ટ્રેપ પથ્‍થરની અનેક ખાણો અને ક્‍વોરી પ્‍લાન્‍ટો આવેલા છે. આ વિસ્‍તારમાં સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખનીજ પૂરું પાડવામાં આવે છે. ત્‍યારે 31-માર્ચ 2023 ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષના અંતે નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 10019.75 લાખ રૂપિયાની આવકને પાર કરી સરકારની તિજોરી છલકાવી દેવામાં નવસારી મદદનીશ ભૂસ્‍તર શાષાીની કચેરીનો સિંહફાળો રહેવા પામ્‍યો છે. આ ઉપરાંત આ કચેરી દ્વારા સમગ્ર વર્ષમાં 206 જેટલા કેસો કરી 1.96 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્‍યો હતો.
નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાની આવકને પાર પાડવામાં આવતા કચેરીમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25 યજમાન કેન્‍દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્‍ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્‍વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment