99 ઉદ્યોગકારોને સીઈટીપીમાં પાણી ટ્રીટમેન્ટના મંજુરીપત્રો અપાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી ગ્રીન એન્વાયરો કંપની લી. (વી.જી.સી.એલ.)ની શનિવારે બપોરે વી.આઈ.એ.માં 26મી વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયલેવામાં આવનાર છે.
વાપી વી.જી.સી.એલ.માં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સુરેશ પટેલ, સુનીલ અગ્રવાલ, મગનભાઈ સાવલીયા અને રાજુલ શાહ ડીરેક્ટર છે. આ પૈકી ચાર ડીરેક્ટરોની વધુ બે ટર્મની મુદત વધારવાનો નિર્ણય સામાન્ય સભામાં થશે તેમજ તાજેતરમાં છ વર્ષથી સીઈટીવી પ્લાન્ટમાં પાણી છોડવાનું અટકેલ 99 ઉદ્યોગોને 4 એમ.એલ.ડી. પાણી ટ્રીટમેન્ટ અંગે મંજુરી મળી ગઈ છે તેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે મંજુરીપત્ર એનાયત સામાન્ય સભામાં કરવામાં આવશે. સભામાં ગાંધીનગરથી વી.સી.એન.ડી. પણ ઉપસ્થિત રહેવાના છે.