Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

સરકારી હાઈસ્‍કૂલ મોરખલમાં યોજાયેલ બીજામોડયુલની તાલીમમાં શિક્ષકોને વિષય સંબંધિત સાંભળવા, બોલવા, વાંચવા અને લખવાના કૌશલ્‍યની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાનહ અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સરકારીના શાળાના શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સરકારી હાઈસ્‍કૂલ મોરખલમાં યોજવામાં આવી હતી. આ કાર્યક્રમના કન્‍ટેન્‍ટ નોલેજ પાર્ટનર ધ સેન્‍ટર ફોર લર્નિંગ રિસોર્સિસ હતા.
પાઠયક્રમનો બીજો મોડયુલ ઘર અને પરિવાર વિષયના આસપાસ કેન્‍દ્રિત હતો. જેમાં શિક્ષકોને આ વિષય સંબંધિત સાંભળવા, બોલવા, વાંચવા અને લખવાના કૌશલ્‍યને વધારી સશક્‍ત બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આજના તાલીમ ક્રાર્યક્રમનું પ્રબંધન શિક્ષણ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં એઈઓ સુશ્રી સેન્‍દ્રા બારબાર, બી.આર.પી. શ્રીમતી નિશા થોમસ, શ્રીમતી કવિતા વિજય, શ્રીમતી નિરૂપમાબેન અને સી.આર.સી. શ્રી બિમલસિંહ રાજપુત તથા જીજ્ઞા રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું હતું. એશ્વર્યા ગાડગીલ, અંકિતા મહેશ્વરી, રત્‍નાદીપ કામલે અને જયેશ સિલકેએ સી.એલ.આર.ની તાલીમ પૂર્ણ કરી હતી.
ભાષા વિકાસના માટે આ વ્‍યવહારિક દૃષ્‍ટિકોણ ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવેલ શિક્ષણની ગુણવત્તા ઉપર પ્રભાવનાંખવાનું વચન આપે છે. આ કાર્યક્રમમાં સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી, લેક્‍ચરર સુશ્રી નમ્રતા કુલકર્ણી, કોમ્‍યુનિકેશન હેડ સેન્‍ટર ફોર લર્નિંગ રિસોર્સિસ પુણેના અનુરાધા ત્રિભુવન સહિત શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશ ભાજપની સંગઠન ચૂંટણી અંતર્ગત દમણ અને દીવના ઓબ્‍ઝર્વર તરીકે દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ તથા ખાનવેલજિલ્લાના ઓબ્‍ઝર્વર તરીકે હરિશભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

vartmanpravah

ટ્રક ડ્રાઇવરને ઝોકું આવતા બે ટ્રકો સામસામે અથડાઈ: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાત્રે થયેલો અકસ્‍માત

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્‍તોએ વૃક્ષારોપણ કરી સ્‍વચ્‍છતાની સુગંધ ફેલાવી

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment