April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

  • શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી અને માછી મહાજનના વરિષ્‍ઠ પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

  • દમણગંગા નદીના કિનારે બની રહેલા ભવ્‍ય અને મનમોહક ઘાટ આગળ દરરોજ નિયમિત આરતીનું આયોજન કરવા માછી મહાજનના પ્રતિનિધિ મંડળે આપેલી સહમતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
ગઈકાલ સોમવારે શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી અને દમણ માછી મહાજનના વરિષ્‍ઠ પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લઈ તેમના દ્વારા થઈ રહેલા વિકાસના કામો બદલ આભાર પ્રગટ પણ કર્યો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે સંઘપ્રદેશમાં આવી રહેલી ક્રાંતિથી પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા અને આવતા દિવસોમાં પ્રદેશમાં શરૂ થનારી નવી શિક્ષણ સંસ્‍થાઓ અને વિવિધ અભ્‍યાસક્રમોનો સ્‍થાનિક લોકોને લાભ લેવા પ્રેરિત કરવા નિર્દેશ આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, શૈક્ષણિક ક્રાંતિથી સંઘપ્રદેશની ભવિષ્‍યની પેઢીને નવા સ્‍વપ્‍ન સાકાર કરવા અનેક નવા અવસરો મળશે.
પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે નાની દમણ સમુદ્ર કિનારે ચાલી રહેલા વિકાસકામોથી આવતા દિવસોમાં સ્‍થાનિક લોકોના જીવનમાં ખુશી અને નવી તકો ઉપલબ્‍ધ થશે. તેમણે દમણગંગા નદીના કિનારે ભવ્‍ય અને મનમોહક ઘાટનું નિર્માણ કાર્ય ખુબજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે ત્‍યારે, અહીં દરરોજ અવિરત આરતીનું આયોજન કરવા માછી મહાજનના પ્રતિનિધિઓને આગ્રહ કર્યો હતો. માછી મહાજનના પ્રતિનિધિ મંડળે દમણગંગા ઘાટ ઉપર દરરોજ નિયમિત ભવ્‍ય આરતીના આયોજન ઉપર પોતાની સહમતી દર્શાવી હતી.
પ્રારંભમાં શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી તથા શ્રી માછી મહાજન દમણના પ્રતિનિધિ મંડળે શ્રી માછી મહાજન કોલેજ ઓફ એજ્‍યુકેશન દ્વારા કાર્યરત બી.એડ.ના વર્ગ માટે અપાતી ગ્રાન્‍ટ-ઈન-એઈડ બંધ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયથી વિદ્યાર્થીઓને પડનારી અસર વિશે ચર્ચા કરવા પહેલા જ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ મુદ્દાના સુખદ નિરાકરણ માટે આપેલા સંકેતથી પ્રતિનિધિ મંડળ સંતુષ્‍ટ થવા પામ્‍યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે માછી મહાજન દ્વારા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનની પણ સરાહના કરી હતી.

Related posts

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

Leave a Comment