કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરે એક કલાકની મહેનત બાદ બહાર કાઢયો : પોલીસ પીસીઆરમાં હોસ્પિટલ ખસેડાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ હાઈવે ધરમપુર બ્રિજ ઉપર ગુરૂવારે રાત્રે આગળ જતા અજાણ્યા વાહને અચાનક બ્રેક મારતા પાછળ જતો આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની વિગતો મુજબ આઈસર ટેમ્પો નં.ડીડી 01 સી 9742 નો ચાલક બજરંગી સિતારામ યાદવ ગુરૂવારે સાંજના વાપીથી ટેમ્પોમાં માલ ભરીને સુરત જઈ રહ્યો હતો. મોડી રાતે વલસાડ હાઈવે ધરમપુર ચોકડી પુલ ઉપર આગળ જતા અજાણ્યા વાહને બ્રેક મારતા ટેમ્પો ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલક બજરંગી ખરાબ રીતે ઘાયલ સ્થિતિમાં ટેમ્પોમાં ફસાઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલ રૂરલ પોલીસની 100 નંબર પી.સી.આર.નાસ્ટાફે ચાલકને એક કલાકની મહેનત બાદ બહાર કાઢયો હતો. હાઈવે બે કિલોમીટર જામ થતા 108 સમયસર નહી પહોંચતા પી.સી.આર.માં ઘાયલ ચાલકને બેસાડી સારવાર માટે ખસેડાયો હતો.