44 તેજસ્વી વિદ્યાર્થીઓને માવતર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા: માતા-પિતા વિહોણા 14 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડનાશ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્માન સમારોહ તા.25 ડિસેમ્બરે તિથલ રોડ પર કોળી પટેલ સમાજની વાડીમાં મણિલાલ ધનોરીયાના પ્રમુખ સ્થાને, જયપ્રકાશભાઈ પટેલ તથા સંપતભાઈ બારોટના મુખ્ય મહેમાન પદે, મીનાક્ષીબેન ધનોરીયા, હીનાબેન પટેલ અને રશ્મિબેન બારોટના અતિથિ વિશેષ પદે યોજાયો હતો.
સમાજની ‘શ્રેષ્ઠ વિદ્યાર્થીની’નો એવોર્ડ કુમારી કાવ્યા રાજેશભાઈ સુરતી (હાલર)ને એનાયત થયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિ હાંસલ કરવા બદલ 44 વિદ્યાર્થીઓને ‘માવતર એવોર્ડ’, ‘રોકડ પુરસ્કાર’ તથા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેપ્ટન ડો.માણેકએ મોકલાવેલી બુક લક્ષ્ય કે જે વિદ્યાર્થીઓને પોતાના જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મોટીવેટ કરે એ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાજના આર્થિક રીતે નબળા, મા, બાપ વિહોણા અને ભણવામાં તેજસ્વી હોય એવા 14 વિદ્યાર્થીઓને સ્વ. નટવરલાલ રવજીભાઈ મિષાી સ્કોલરશીપ એમના ધર્મપત્ની પાર્વતીબેન મિષાીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. વિશેષ સિધ્ધિ મેળવનારાઓનું ટ્રોફી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજનું ગૌરવ સમા વરિષ્ઠ પત્રકાર જ્યોતિન્દ્ર મનુભાઈ છોવાલાને મળેલો રાજ્ય કક્ષાનોજ્યોતિબા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ મેળવવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે સંસ્થાનું મુખપૃષ્ઠ ઉન્નતિઃ 2022નું વિમોચન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તેજસ્વી તારલાઓને અભિનંદન આપ્યા હતા અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
સંસ્થાના પ્રમુખ અનુપભાઈ મેહવાલા અને હર્ષદભાઈ આર્યએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. સલાહકાર સમિતિના સદસ્યો દંપતિ હરેન્દ્રભાઈ લીલાકાર, ડો.પ્રકાશભાઈ સુરતી તેમજ જયદીપભાઈ પટેલ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ પટેલ તેમજ બિપીનભાઈ સુરતીએ કર્યું હતું. વિપિનભાઈ રાઠોડે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી આભારવિધિ કરી હતી.