October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

વાહન વેરો, ગટર વેરો અને પાણી વેરાનો વધારો ન્‍યાય વિરૂધ્‍ધ છે. 3 હજાર વાંધા અરજી આવેલ પણ કોઈને પણ સાંભળવામાં આવ્‍યા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ નગરપાલિકા દ્વારા વિવિધ વેરામાં અસહ્ય તોતિંગ વધારો કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે સોમવારે માજી વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ વિવિધ માજી નગર સેવકોએ પ્રાંત અધિકારી-વહીવટદારશ્રીને કલેક્‍ટર કચેરીમાં વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું હતું.
વલસાડ નગરપાલિકા દ્વારા વાહનવેરો, પાણીવેરો અને ગટર વેરામાં તોતિંગ ભાવ વદારો કરાયો છે. કેટલાકમાં વેરાના બે બે પ્રકાર દર્શાવાયા – સફાઈ વેરો અને સેનેટરી વેરો જેવા અસંગત નિર્ણય પાલિકા દ્વારા લેવાયા છે. પાણી વેરો 660 હતો તેની જગ્‍યાએ 340 નો વધારો કરી 1 હજાર કરી દેવાયો છે. મિલકત વેરો 400 ની જગ્‍યાએ 500 કરી દેવાયો છે. મિલકત 50 રૂપિયાની હોય તોપણ વેરો 500 વસુલાશે તેવું ગીરીશભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું. વધુમાં તેઓએ જણાવ્‍યું હતુચં કે ગત 2020 માં વેરા વધારા માટે જાહેર જનતાના સુચન મંગાવેલા જે 3 હજારથી વધુ સુચન લોકોએપાલિકાને આપેલું પરંતુ કોઈને પણ સાંભળ્‍યા સિવાય એક તરફી નિર્ણય લેવાયો હતો. વિરોધ પક્ષ પૂર્વ નેતા ગીરીશભાઈ દેસાઈની સાથે પૂર્વ સભ્‍ય ઝાકીર પઠાણ, સંજય ચૌહાણ, મયંક વાડીવાલા, વિજય પટેલ અને ઉર્વશીબેન પટેલ સહિતના આગેવાનો, કલેક્‍ટર કચેરીમાં પ્રાંત અધિકારી પાલિકા વહિવટદાર આશાબેન સોલંકીની રૂબરૂ મુલાકાત સાથે રજૂઆત કરી વેરા વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

Leave a Comment