(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસમા મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત નીમીતે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્યમા માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સેલવાસના ગાયત્રી મંદિર નજીક, ઝંડાચોક નજીક કલેક્ટર કચેરી નજીક જેવા વિવિધ વિસ્તારમાં વડના વૃક્ષની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી સુતરની આંટી ફેરવી ફળ અને ફૂલ અને સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરી હતી.
શાષાોમાં જણાવ્યા મુજબ સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનને જ્યારે યમરાજ લેવા આવે છે ત્યારે વડની પુજાના વ્રત પ્રભાવથી સતી સાવિત્રી પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી જીવતો પાછો મેળવે છે.