April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. વનવિભાગમાં 40 વર્ષથી ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત શ્રી ગોવિંદભાઈ પટેલ અને 33 વર્ષની સેવા બજાવનાર શ્રી દેવજી રાઠોડ સેવા નિવૃત્ત થયા. તેઓને સન્‍માન સાથે આજે વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોને તુલસીના છોડ અને બીલીના છોડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, આર.એફ.ઓ. શ્રી ધવલ ગાંવિત, વન વિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, ડી.સી.એફ. શ્રી થોમસ વર્ગીસ, ડી.સી.એફ. શ્રી રાજતિલક, એ.સી.એફ. શ્રી વિજય પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ તથા નિવૃત થનાર કર્મચારીઓના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

Leave a Comment