(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.19: ગઇકાલે રાતે હાઇવે સ્થિત ફાઉન્ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર સર્વિસથી હાઇવે રોડ તરફ જતા નજરે ચઢતા નાસભાગ મચી ગઈ અને સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ જતા તાત્કાલિક હર્ષ પાંચાલે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અનસારીને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 12 ફૂટ લાંબો અને 25 કિલોથી વધારે વજન વાળો અજગરને સાચવીને રેસ્કયુ કર્યું હતું.
જો જીવદયા ગ્રુપના પ્રમુખેઆવવામાં પાંચ થી દસ મિનિટ પણ મોડું કર્યું હોત તો આ મહાકાય અજગર સુરત તરફ જતા હાઈવે પર પહોંચી કોઈ ગાડી અડફટે મોતને ભેટયો હોત.
આ રેસ્કયુમાં હર્ષ પંચાલ, મેહુલ ભરવાડ, સનપ મહેરી તથા અન્ય લોકોએ ખૂબ મદદ કરતા આ અજગરને બચાવવામાં સફળતા મળી હતી. આ અજગર વિશે ફોરેસ્ટ વિભાગને જાણ કરીને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
