October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

આંતરરાજ્‍ય નેટવર્ક ચલાવતા સાત ઈસમો હિરાસતમાં : 8 ગૌવંશ પશુઓને બચાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગર ખાતે એક શેડમાં છેલ્લા બે મહિનાથી ગૌવંશ કતલખાનું ચાલી રહ્યું હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી, એસઓજી અને સ્‍થાનિક પોલીસ તંત્રની ટીમે સંયુક્‍ત ઓપરેશન હાથ ધરી ઘટના સ્‍થળે રેડ કરતા કતલની કામગીરી કરતા ત્રણ ઈસમો ઝડપાઈ જવા પામ્‍યા હતા. ઘટના સ્‍થળેથી આઠ જેટલા ગૌવંશ કતલ કરેલા માસનો જથ્‍થો ઝડપાઈ જવા પામ્‍યો હતો અને વધુ સાત જેટલા ગૌવંશને કતલ કરવાની કામગીરી ચાલી રહી હતી જેને બચાવી લેવામાં આવ્‍યા છે. ઘટના સ્‍થળેથી ત્રણ આરોપીઓ ઝડપાઈ જવા પામ્‍યા હતા જ્‍યારે વધુ ચાર ઈસમો ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એમની પણ ધરપકડ કરી દેવામાં આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ નેટવર્ક મુંબઈ કુર્લા ખાતેના ત્રણ ખાટકીઓ અને ભીલાડના ઈસમો મળી ચલાવી રહ્યા હતા. ભીલાડ, સરીગામ તેમજ આજુબાજુના વિસ્‍તારમાં રસ્‍તા ઉપર રખડતા ઢોરોને રાત્રિ દરમિયાન ટાર્ગેટબનાવી ઘેનનું ઈન્‍જેક્‍શન મારી ઉઠાનતરી કરવામાં આવતી હતી અને ડેહલી ગુલશન નગરના શેડમાં લઈ જઈ કતલ કરી માસનો જથ્‍થો મુંબઈ સુધી પહોંચાડવામાં આવતો હોવાની જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આ માસ કિલ્લો દીઠ રૂપિયા 80 ના ભાવે વેચાણ કરી કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો. આ ઘટનામાં સાત ઈસમોની ધરપકડ થવા પામી છે જ્‍યારે આ ઘટના સાથે સંકળાયેલા વધુ ઈસમોની શોધખોળ ચાલુ છે. પોલીસ તંત્રની કાર્યવાહીમાં ધરપકડ થયેલા અરફાત ખલીલ કુરેશી, હરીશ મોહમ્‍મદ ઈરફાન મિર્ઝા, બબુ કુરેશી, મોહમ્‍મદ ઝકરિયા રિયાઝ ખાન, સલમાન ભૈયો, અને તુફેલ બર્તુલ્લાનો સમાવેશ થઈ રહ્યો છે.

Related posts

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

vartmanpravah

Leave a Comment