January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાએ ક્‍વિઝ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારાબંધારણ ગૌરવ અભિયાન દિવસ નિમિત્તે ક્‍વિઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દાદરા નગર હવેલી અને દમણ દીવ ક્‍વિઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધા સાર્વજનિક શાળામાં બંધારણ ગૌરવ અભિયાન દિવસના ઉપલક્ષમાં રાખવામાં આવી હતી. જેમાં 140 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં ભાગ લેનારા દરેક સ્‍પર્ધકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, મોરચા પ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયા, જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, શ્રી પ્રકાશભાઈ ટંડેલ, શ્રી મહેશભાઈ ટંડેલ, શ્રી હિતેશભાઈ મિષાી, હેમા રાઠોડ, શ્રી મહેશભાઈ વાકડકર, મોરચા જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્‍દ્ર રસુલીયા સહિત શાળાના આચાર્ય અને સ્‍ટાફગણ હાજર રહ્યો હતો.

Related posts

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah

04 જાન્‍યુઆરીએ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો ભવ્‍ય ઉદ્‌ઘાટન સમારોહ ઘોઘલા બીચ ખાતે યોજાશે

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

દાનહમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો : પોક્‍સો એક્‍ટ, ર01ર અને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ, 2015 હેઠળના કાયદાઓ પર તાલીમનું આયોજન કરાયું

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

સેલવાસ ન.પા.એ ઝંડાચોકથી સરસ્‍વતી ચોક સુધીના દબાણો દૂર કર્યા

vartmanpravah

Leave a Comment