October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

દાનહ સાયલીના પરિવારે હાથ ઉપરની જનોઈ જોઈને કિશોરની ઓળખ કરી : ગુનાનો ભેદ હજુ પણ વણઉકેલ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.04 : વાપી કરવડ ગામે દમણગંગા સિંચાઈની કેનાલમાંથી આશરે 10 વર્ષિય કિશોરની માથા અને એક પગ વગરની બે દિવસ પહેલાં લાશ મળી હતી. કેનાલ દાનહ અને ગુજરાત બન્ને પ્રદેશ વચ્‍ચે વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસે ચાંપતી સંયુક્‍ત તપાસ હાથ ધરી હતી. જેમાં ડુંગરા પોલીસે ડી.એન.એ. કરાવ્‍યા બાદ લાશનો ભેદ ઉકેલવાની સફળતા સાંપડી હતી.
વાપી-કરવડમાં બેદિવસ પહેલાં દમણગંગા નહેરના પાણીમાં તણાતી આવેલી એક આશરે 10 વર્ષિય કિશોરની લાશ મળી આવી હતી. લાશની સ્‍થિતિ કોઈને પણ હચમચાવી નાખે તેવી હતી. કારણ કે લાશનું માથું અને પગ હતો નહી તેથી બાળકની ક્રુર હત્‍યા કરી નહેરમાં ફેંકી દેવાયુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું. નહેર બન્ને પ્રદેશ ગુજરાત અને દાનહ વચ્‍ચે થઈને વહેતી હોવાથી બન્ને પ્રદેશની પોલીસ તપાસમાં દોડતી થઈ હતી. જેમાં ડુંગરા પોલીસે લાશને ડી.એન.એ ટેસ્‍ટ પણ કરાવ્‍યો હતો તો બીજી તરફ ઘટના અતિ પ્રકાશમાં આવી ગઈ હોવાથી દાનહ સાયલીનો પરિવાર આગળ આવ્‍યો હતો. તેમનું બાળક ગુન હતું તેની તપાસ ચાલુ હતી. પોલીસનો પરિવારે સંપર્ક કર્યો અને લાશના હાથ ઉપર બાંધેલ જનોઈને જોઈ બાળકની ઓળખ કરી હતી. જો કે આ રહસ્‍યમયી ઘટનાની તપાસ હજુ અધુરી જ છે કારણ કે બાળકની ક્રૂરહત્‍યાનો ભેદ ઉકેલવાની એક એક કડીની પોલીસ આગળની તપાસ કરી રહી છે. હાલ તો રહસ્‍ય વણઉકેલ્‍યું રહ્યું છે.

Related posts

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment