October 14, 2025
Vartman Pravah
ગુજરાતચીખલીદમણવલસાડ

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05 : બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની ના પાડતા ભાજપી તાલુકા પંચાયતના સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી મિતલબેન સિલ્‍વાનુભાઈ પટેલ (ઉ.વ-34) (રહે.બામણવેલ પટેલ ફળીયા તા.ચીખલી) ના લગ્ન 2008 માં થયા હતા. અને તેમના લગ્ન જીવનમાં બે સંતાન પણ છે. આ દરમ્‍યાન 2017 માં પતિ સિલ્‍વાનુ પટેલનું મૃત્‍યુ થયું હતું. બાદમાં 2019 ના વર્ષમાં તેણીના ઘરથી થોડે દુર રહેતા રોબિન્‍સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અને તે રાત્રીના સમયે ઘરે આવી શરીર સબંધ બાંધતો હતો. ત્‍યારે લગ્નની વાત કરતા સમય આવ્‍યે લગ્ન કરી લેવાનું જણાવ્‍યું હતું. આ દરમ્‍યાન છ એક માસ પૂર્વે લગ્નની વાત કરતા ના પાડી દેતા સમાજ મિટિંગ કરતા તેમાં પણ લગ્નની ના પાડી દીધી હતી. બાદમાં 22-ઓગષ્ટ-22 ના રોજ ફરીવાર રૂબરૂમાં પૂછતા ત્‍યારેપણ ના પાડતા પીડિતાને દુઃખ થતા આર્યનની વધુ પડતી ગોળી પી લેતા હોસ્‍પિટલમાં સારવાર લેવી પડી હતી.
હોસ્‍પિટલના ઉપરોક્‍ત બનાવ બાદ 27 નવેમ્‍બર-22 ની રાત્રે લગ્નની વાત કરવા રોબિને ઘરે બોલાવી તું હમણાં થોભી જા લગ્ન કરવાનો જ છું. તેવો વિશ્વાસ અને ભરોસો આપી તે દિવસે પણ શરીર સબંધ બાંધ્‍યો હતો. પોતે વિધવા હોય 2019 થી 27/12/22 સુધી પ્રેમસંબંધ રાખી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અવાર નવાર શરીર સબંધ બાંધી લગ્નની ના પાડી હોવા મુજબ ફરિયાદમાં પોલીસે રોબિન્‍સ દાનીયેલ પટેલ (રહે.બામણવેલ પટેલ ફળીયા તા.ચીખલી) સામે આઈપીસી 376 (2) (એન) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.
રોબિન્‍સ પટેલ હાલે તાલુકા પંચાયતની બામણવેલ બેઠક પરથી ભાજપમાંથી સભ્‍યપદે ચૂંટાયેલ છે. ત્‍યારે ગુનો નોંધાયા બાદ ભાજપ દ્વારા પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

Leave a Comment