October 16, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

સાયલી ઢીઢપાડા રહેતા આદિવાસી પરિવારનો ૯ વર્ષિય બાળક ચૈતા ગણેશ માહ્ના કોહલાનો નરબલી ચઢાયાની લોકોની આશંકા

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫ : વાપી સહિત દાદરા નગર હવેલી વિસ્તારમાં અરેરાટી પ્રસરાવેલી જધન્ય ઘટના વાપી કરવડ ગામે નહેરમાંથી નવ વર્ષિય કિશોરની ક્ષત વિક્ષત લાશ મળી હતી. સેલવાસ સાયલી ઢીઢપાડા ખાતે આદિવાસી પરિવારનો ચૈતા ગણેશ માહ્ના કોહલા ગુમ થયો હતો. તેની ગુમ અંગેની ફરિયાદ સેલવાસ પોલીસમાં પરિવારે નોîધાવી હતી. ત્રીજા દિવસે માસુમની ડેથબોડી વાપી નજીક કરવડ નહેરમાં માથા, પગ વગરની મળી આવી હતી. જેની ગુજરાત અને દાનહ પોલીસે હાથ ધરેલી ઝીણવટ ભરેલી તપાસમાં બાળકનુ માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે તેથી ઘટના વધુ રહસ્યમય બની ચૂકી છે.
અત્યંત અરેરાટી ઉપજાવતી ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. પરિવાર અને ગ્રામજનોઍ પોલીસમાં આવેદનપત્ર પાઠવીને અધર્મ કૃત્ય કરનારને પકડી સજા આપવાની આક્રોશ ભરેલી માંગ કરી છે. પોલીસ તપાસમાં મૃત બાળકના માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળી આવ્યા છે. તેથી ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે બાળકનો નરબલી ચઢાવાયો છે. બીજી તરફ સેલવાસ પોલીસ હાલ મગનું નામ મરી પાડી રહી નથી તેથી લોકોનો રોષ વધતો ચાલ્યો છે.

Related posts

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

Leave a Comment