June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

(સંજય તાડા દ્વારા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08
વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, વાપી તાલુકામાંથી થઈ રહેલા વિકાસના ખાનગી અને સરકારી કામોમાં બાંધકામ માટે મટેરિયલ સપ્‍લાય કરતાં ટ્રક ચાલકોને સરકારી વહીવટી તંત્રની સામે લાચાર બનાવે છે. વર્ષોથી અનેક રજૂઆત કરવામાં આવી છતાં હજુ પણ યોગ્‍ય કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લામાં નબળી નેતાગીરી હોવાનું ટ્રકચાલકો તથા ટ્રકોના માલિકો જણાવી રહ્યાં છે.
સરકારને સારી આવક થાય એ માટે કોઈપણ વાહનોમાં ભરવામાં આવતું મટેરિયલનીપૂરેપૂરી રોયલ્‍ટી પાસ નીકળે એ માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે એ માટે આપણા નેતાઓ દ્વારા યોગ્‍ય રજૂઆત કરવામાં આવે એવી ટ્રક સંચાલકોની માંગ થઈ રહી છે. વાપી-દમણ્‍-સેલવાસમાં અનેક બાંધકામના નિર્માણ માટે રેતી, કપચી, ઈંટ, પુરાણ માટી હાર્ડમુર્રમ સપ્‍લાય કરનારાઓને સરકારી વહીવટી તંત્રની નીતિઓને લઈ ઘણી મુશ્‍કેલીઓ વેઠવા પડી રહી છે. લાખ્‍ખો રૂપિયાના મોંઘા વ્‍યાજની લૉન લઈ વાહનોની ખરીદી કરી ધંધો કરવામાં આવી છે. રેતીનું વહન સુરતની તાપી નદી તથા, છોટાઉદેપુરના બોડેલીથી કરવામાં આવે છે. પરંતુ જેમ વલસાડ જિલ્લામાં પહોંચતા ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ ક્‍યાંય પણ મળી જાય છે અને ટ્રક ચાલકોને પ્રતાડિત, દંડિત કરવામાં આવતા હોય છે. ટ્રકચાલકો-માલિકો તેઓને નિયમિત હપ્તો પણ ચુકવતા હોવાનું જણાવી રહ્યા છે છતાં પણ ચોરની માફક ખાણ-ખનીજ વિભાગ તથા પોલીસ દ્વારા વાહનો પકડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ એવી જ એક ઘટના આદિવાસી વિસ્‍તાર કપરાડાના અંભેટી ગામમાં બની હતી. જેમાં મળેલી બાતમીના આધારે ગેરકાયદે માટી ખનન અટકાવવા માટે ભૂસ્‍તર વિભાગની ટીમના સુપરવાઇઝર અને બે ગાર્ડ તથા રાતા ગામના કેટલાક વ્‍યક્‍તિઓ સાથે વાતચીતનું ઘર્ષણ થતા માહોલ ગરમાયોહોવાનું જાણવા મળે છે. આ બનાવમાં જિલ્લા પંચાયતના એક સભ્‍ય સ્‍થળ ઉપર પહોંચીને ટીમ સાથે બોલાચાલી કરીને મારામારી સુધી મામલો પહોંચ્‍યો હોવાની માહિતી પણ મળી રહી છે.
વલસાડ જિલ્લાના નેતાઓએ ગંભીરતાથી નોંધ લઈ મુશ્‍કેલી ઓનો કાયમી નિકાલ માટે પ્રયાસ કરે એ માંગ ઉઠી છે.

Related posts

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment