શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિત દ્વારાઆયોજીત યજ્ઞ તા.07 થી 13 જાન્યુઆરી સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ કાર્યરત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપીને આંગણે આવતીકાલે 7મી જાન્યુઆરીથી ચલા ભાઠેલા પાર્ટી પ્લોટમાં શ્રી શિવ-શક્તિ મહાયજ્ઞનો શુભારંભ થનાર છે.
શ્રી સદ્ગુરુદેવ સ્વામી અખંડાનંદજી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ બરૂમાળ ધરમપુર દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિદ્યાનંનદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં યોજાનાર યજ્ઞનું સંચાલન શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપી દ્વારા થનાર છે. વિશેષ માહિતી સંપર્ક નં.ભદ્રેશભાઈ પંડયા 98251 48632, બી.કે. દાયમા 93774 82940, સંપત બેડિયા 98241 68830 ઉપર કરી શકાશે. દરરોજ યજ્ઞ જાપ અને આહુતિમાં અનેક લોકો જોડાનાર છે. દરરોજ યજ્ઞ પ્રારંભ સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્યા સુધી રહેશે. પ્રતિદિન 6:30 કલાકે મહાઆરતી, યજ્ઞ પરિક્રમા સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી દરરોજ તેમજ યજ્ઞ પુર્ણાહુતિ તા.13 જાન્યુઆરી શુક્રવાર તથા આજ દિવસે સાંજે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે.