Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રોત્‍સાહન આપવા માટે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન ડીઆઇજીપી શ્રી મિલિન્‍દ મહાદેવ ડુંબરેના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ટેકફેબ ઇન્‍ડિયા કંપની દ્વારા પાંચસો હેલ્‍મેટ આપવામાં આવશે. આ ઝુંબેશને સમર્થન આપતા જય કોર્પ ઇન્‍ડિયા કંપની હેવી વ્‍હીકલ ચાલકને 22 હેવી લાયસન્‍સ આપવામાં આવશે, જેની શરૂઆત કાળા કેન્‍દ્ર ખાતે આયોજીત કાર્યક્રમથી કરવામાં આવી હતી. દાનહ પોલીસ દ્વારા માર્ગ નિયમો અને અન્‍ય માહિતીને લગતી ટ્રાફિક પુસ્‍તિકાનું ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ માટે બેંક ઓફ બરોડા દ્વારા ટ્રાફિક વિભાગને 20પીઓએસ મશીન અર્પણ કરવામાં આવ્‍યા હતા. શહેરના ચાર રસ્‍તા પર ટ્રાફિક પોલીસ કર્મીઓ પીએસ મશીન દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરનારાઓ પાસેથી પારદર્શક રીતે દંડ વસૂલતા જોવા મળશે. આ અવસરે ડીઆઇજીપી શ્રી મિલિન્‍દ મહાદેવ દુમ્‍બરે, એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીના, પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ, બેન્‍ક ઓફ બરોડાનાકર્મચારીઓ, કંપની સ્‍ટાફ, શાળાના વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્‍યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ પર જતા અરજદારો અટવાયા

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

Leave a Comment