Vartman Pravah
ઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

એન.આર.અગ્રવાલ લિમિટેડ કંપની, ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ કંપની અને સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 421 બોટલ રક્‍ત એકત્રિત કરી ઉમદા કાર્યોનું પૂરું પાડેલું દ્રષ્ટાંત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.08 : સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે મહારક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મે. એન. આર. અગ્રવાલ લિમિટેડ કંપની તેમજ ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ કંપની અને સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત રક્‍તદાન શિબિરમાં 421 બોટલ એકત્રિત કરી સમાજસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. રક્‍તદાન શિબિરનો પ્રારંભ ઉમરગામ તાલુકાનાધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, એસ.આઈ.એ.ના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસ.આઈ.એ.ના માર્ગદર્શક અને પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઇ ના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય સાથે કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે એસ આઈ એ સોશિયલ વેલ્‍ફેર કમિટીના ચેરમેન શ્રી બી. કે. દાયમાએ સ્‍વ. એન.આર. અગ્રવાલજી દ્વારા એમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા અનેક સમાજ ઉપયોગી ઉમદા કાર્યોની ઝાંખી કરાવી હતી અને વર્તમાન સમયમાં એમના સાહસ અને પરિશ્રમથી સ્‍થાપિત થયેલા એકમોમાં હજારોની સંખ્‍યામાં કામદારો રોજગારી મેળવી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે એન.આર. અગ્રવાલ, ગાયત્રીશક્‍તિ પેપર બોર્ડ લિમિટેડ કંપનીની દાન આપવાની વિચારધારાની પ્રશંસા કરી હતી તેમજ એસ.આઈ.એ. દ્વારા કરવામાં આવી રહેલી સમાજ ઉપયોગી કાર્યોના ભરપેટ વખાણ કર્યા હતા અને એસ.આઈ.એ.ના માર્ગદર્શક શ્રી શિરીષભાઈ દેસાઈએ એમના પ્રવચનમાં ઉમરગામ તાલુકામાં બ્‍લડ બેન્‍ક સ્‍થાપિત કરવા માટે મૂકેલી વિચારણા વિશે સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું હતું કે આ પ્રોજેક્‍ટ માટે ખર્ચ થનારા બે કરોડના ફંડ ક્‍યાંથી એકત્રિત કરવાનું છે એની સમજણ આપી હતી અને નજીકના ભવિષ્‍યમાં ઉમરગામ તાલુકામાં બ્‍લડ બેન્‍ક ચાલુ કરવામાં આવશે એવું ભારપૂર્વક જણાવ્‍યું હતું. આજના બ્‍લડડોનેશન કેમ્‍પમાં એસ આઈ એ ના સેક્રેટરી શ્રી હેમંત મંડોલી, એસ.આઈ.એ.ને સબ કમિટી મેમ્‍બર શ્રી આનંદભાઈ પટેલ,પૂર્વ સેક્રેટરી શ્રી સમિમભાઇ રીઝવી, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે. કે. રાય, શ્રી સંજયભાઈ મારબલી તેમજ એન. આર. અગ્રવાલ કંપનીના અને ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ કંપનીના કર્મચારીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment