Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.08 : ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમરગામ તાલુકા 182 નંબરની બેઠક પર 64786 જેટલા જંગી મતોની સરસાઈથી ઐતિહાસિક અને ભવ્‍ય જીત હાંસલ કરનાર વિજેતા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની આજરોજ એમના નિવાસ્‍થાને કરમબેલાના યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની યુવા વિશાળ ટીમે અભિનંદન પાઠવવા શુભેચ્‍છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈ શાહ અને એમની ટીમે ચૂંટણીના પ્રચાર દરમિયાન એમના વિસ્‍તારમાં જીતના વિશ્વાસ સાથે કરેલી સફળ કામગીરી કરી ઐતિહાસિક જીતમાં આપેલા યોગદાનની ભારે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે યુવા નેતા શ્રી આનંદભાઈ ભરતભાઈશાહને રાજકીય ક્ષેત્રે આગળ આવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ઉજવળ કારકિર્દી માટે આશીર્વાદ પણ આપ્‍યા હતા. ભાજપના યુવા નેતા શ્રી આનંદભાઈ શાહે આ અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એમના પેનલે ભવ્‍ય વિજય હાસલ કરી મતદારામાં રહેલા એમના પ્રભાવની સાબિતી પૂરી દીધી હતી. આજરોજ ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકરના નિવાસ્‍થાને શ્રી આનંદભાઈ અને એમની વિશાળ યુવા ટીમમાં શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ ધોડી, શ્રી મિતાંગભાઈ પટેલ, શ્રી સાજન ભાઈ પટેલ, શ્રી આશિષભાઈ પટેલ, શ્રી રાજુભાઈ રોહિત, શ્રી સંજયભાઈ રોહિત, શ્રી ચંદુભાઈ હળપતિ, શ્રી સાગરભાઈ હળપતિ, શ્રી કેવલભાઈ પટેલ અને શ્રી દિવ્‍યેશ એમ પટેલ સહિત મોટી સંખ્‍યામાં યુવાનો જોડાયા હતા.

Related posts

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment