January 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

પ્રાથમિક વિભાગમાં પરિયારી (ગુજરાતી માધ્‍યમ) અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં દમણવાડા (અંગ્રેજી માધ્‍યમ) ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03: તા.02અને 03 ફેબ્રુઆરી, 2023ના બે દિવસીય મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતગમત મહોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી મુકામે યોજાયો હતો. જેમાં સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારી(ગુજરાતી માધ્‍યમ), પરિયારી (અંગ્રેજી માધ્‍યમ), દમણવાડા (અંગ્રેજી માધ્‍યમ), ઝરી( અંગ્રેજી માધ્‍યમ), પટલારા, ભામટી, આંબાવાડી, ભરવાડ ફળિયા અને થાણા પારડી એમ કુલ નવ શાળાઓએ ભાગ લીધો હતો. રમતોત્‍સવમાં બાળકો જ નહીં પરંતુ શિક્ષકો માટે પણ આ વખતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રથમ દિવસે પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંકતિબેન પટેલના હસ્‍તે રમત મહોત્‍સવને ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો અને પ્રથમ દિવસે પ્રાથમિક વિભાગના બાળકો માટેની રમતો રમાડવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળા પરિયારી (ગુજરાતી માધ્‍યમ) કોમ્‍પલેક્ષ લેવલે ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે બીજા દિવસે ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના બાળકો અને શિક્ષકોની રમતો રમાડવામાં આવી હતી. જેમાં દિવસના અંતે દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા( અંગ્રેજી માધ્‍યમ) ચેમ્‍પિયનબની હતી.
આ મોટી દમણ કોમ્‍પલેક્ષ રમતોત્‍સવના હેડ શ્રીમતી સુમનબેન પટેલ અને સહાયક કોમ્‍પલેક્ષ હેડ શ્રી અરવિંદભાઈ સુમરા રહ્યા હતા. બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રીમતી ભાવિનીબેન દેસાઈએ મોટી દમણ કોમ્‍પલેક્ષ રમતોત્‍સવનું શાનદાર રીતે આયોજન કરવા બદલ મોટી દમણ કોમ્‍પલેક્ષ રમતોત્‍સવના હેડ શ્રીમતી સુમનબેન પટેલ અને સહાયક કોમ્‍પલેક્ષ હેડ શ્રી અરવિંદભાઈ સુમરાને અભિનંદન પાઠવ્‍યા હતા. દરમિયાન સહાયક કોમ્‍પલેક્ષ હેડ શ્રી અરવિંદભાઈ સુમરાનું શાલ ઓઢાડીને વિશેષ સન્‍માન સી.આર.સી. કો-ઓર્ડિનેટર મોટી દમણ શ્રી સુનીલભાઈ હળપતિએ કર્યું હતું.

Related posts

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

Leave a Comment