Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં પતંગ રસિકો તથા વેપારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

પારડી બજાર વિસ્‍તારમાં દસ જેટલા લોકો પર જાહેરનામાનો ભંગ બદલ પગલાં ભરતી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: 14 મી જાન્‍યુઆરીના રોજ ઉજવાતો મકર સંક્રાંતિ કે ઉતરાયણનો મહોત્‍સવ બિનસાંપ્રદાયિક તરીકે સૌ હિંદુ-મુસ્‍લિમ કે અન્‍ય કોઈપણ ધર્મના લોકો ઉત્‍સાહભેર ઉજવતા આવ્‍યા છે. ફકત ભારત જ નહિ પરંતુ વિદેશમાં પણ પતંગ મહોત્‍સવને ઉત્‍સાહભેર ઉજવાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાનથી ભારતમાં ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ તથા અન્‍ય ચાઈનીઝ બનાવટોએ ઉતરાયણમાં દાખલ થતા આ ચાઈનીઝ દોરીથી અનેક અકસ્‍માતોથી માનવીઓના મોત તથા પશુ-પક્ષીઓને જાનહાની તથા ઈજા થતી હોય આ ચાઈનીઝ દોરી પર સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડીબંધ કરવામાં આવે છે.
આ વર્ષે પણ આવું જ એક જાહેરનામું બહાર પાડી ચાઈનીઝ દોરીઓ કે અન્‍ય ચાઈનીઝ વસ્‍તુઓ વાપરવી વેચવી ગેરકાયદેસર હોવાનું બહાર આવતા જિલ્લાની તમામ પોલીસો હરકતમાં આવી ચાઈનીઝ બનાવટની દોરી કે અન્‍ય ચીજ વસ્‍તુઓ વેચતા કે વાપરનારાઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પારડી પોલીસ પણ આ જાહેરનામા અંગે સતર્ક બની પારડી બજાર વિસ્‍તારમાં આવા ચાઈનીઝ દોરીઓ કે અન્‍ય ચાઈનીઝ વસ્‍તુઓ વેચતા કે વાપરનારાઓએ ઝબ્‍ભે કરવાનું એક અભિયાન ચલાવ્‍યું હતું પરંતુ પારડી વિસ્‍તારમાં આવી ચાઈનીઝ બનાવટની દોરીઓ કે અન્‍ય ચીજ વસ્‍તુઓ ન દેખાતા વર્ષોની પરંપરાગત રીતે દોરી પાવામાં વપરાતા દળેલો કાચ, સરસ, જેવી સિંથેટિક સામગ્રી તથા લોખંડનો ભુક્કો જેવી મેટાલિક ચીજવસ્‍તુઓ વાપરી દોરી માંજતા 10 જેટલા લોકો (1) પ્રભાત અરવિંદ પટેલ (2) ઈમ્‍તિયાઝ રમજાન શેખ (3) દિનેશ જયંતિ વાઘેલા (4) સુભાષ શ્‍યામજી દેવીપુજક (5) મહેશ રમણ પટેલ (6) કેતન સુમન પટેલ (7) રાજેશ બાલુ હળપતિ (8) ગૌરવ દિનેશ ભંડારીને (9) નવીન જીવન માયાવંશી (10) હિરેન પટેલને ઝડપી એમની સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment