આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં જ ભાજપ વિરૂધ્ધ બહિષ્કારના પોસ્ટરો લાગ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ ફળિયા અને ખરોલી બારોલીયા ફળિયામાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો મુકવામાં આવ્યા છે રાનવેરી ખુર્દમાં બે બેનરો અને ખરોલીમાં ચાર જેટલા બેનરો ભાજપના બહિષ્કારના જોવા મળી રહ્યા છે.
રાનવેરી ખુર્દ અને ખરોલીમાં કોઈપણ સંગઠન આગેવાનના નામ વિના બેનરો ખરેખર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે. પરંતુ આસમગ્ર મામલે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ બેનરો આદિવાસી સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરી આવનારી ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ખાટવાના હેતુથી કોઈ રાજકીય પક્ષ કે આગેવાનોના ઈશારે લગાવવામાં આવ્યા છે, સહિત સમગ્ર બાબતે પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી આ બેનરો લગાવવામાં પડદા પાછળ કોણ છે તે હકીકત બહાર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જોકે ભાજપના બહિષ્કારના બેનરો ને લઈ આ વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાવા પામ્યું છે.