August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓ સાથે મહા જન સંપર્ક અભિયાનના સંદર્ભમાં કરેલી બેઠકઃ આસામના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા પ્રમુખો અને પ્રદેશ પદાધિકારીઓ સાથે દિવસભર બેઠક કરી ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણે આપેલા વધારાના 4 કાર્યક્રમોના સંદર્ભમાં પણ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગૌહાટી, તા.07 :ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ મોદી સરકારના 9 વર્ષની ઉજવણી માટે ‘જન સંપર્ક સે જન સમર્થન’ અભિયાનના આપેલા એલાનની કડીમાં આસામ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાના ત્રિ-દિવસીય આસામ પ્રવાસ દરમિયાન પહેલાં દિવસે ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ સાથે ભાજપ મુખ્‍યાલયમાં બેઠક કરી મહા જનસંપર્ક અભિયાન અંગે ચર્ચા કરી હતી.
ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો.કે. લક્ષ્મણે ઓબીસી મોર્ચાની દેશભરમાં એક કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરવા, જિલ્લા સ્‍તર ઉપર સામાજિક સંમેલન યોજવા, પ્રદેશ સ્‍તર ઉપર બુદ્ધિજીવીઓ સાથે સંવાદનો કાર્યક્રમ તથા દરેક જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવાના આ ચાર(4) કાર્યક્રમો વધારાના આપ્‍યા હતા.
આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી અને સંઘપ્રદેશના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે આસામ ભાજપના હેડ ક્‍વાર્ટર શ્રી અટલ બિહારી વાજપેયી ભવન ખાતે બેઠક કરી પોતાના ત્રણ દિવસના કાર્યક્રમોનું સમય પત્રક પણ નક્કી કરવામાં આવ્‍યું હતું. જેમાં બીજા દિવસે આસામ પ્રદેશના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા અધ્‍યક્ષ અને પ્રદેશ પદાધિકારીઓ સાથે પુરો દિવસ બેઠક કરી અભિયાનના કાર્યાન્‍વયન તથા ઓબીસી મોર્ચા દ્વારા કરાનારા વિશેષ 4 કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠક આસામ પ્રદેશ ભાજપ ઓબીસીના મોર્ચાના અધ્‍યક્ષ શ્રી અશ્વિની રાય સરકારના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવી હતી. જેમાં આસામ પ્રદેશ ઉપ પ્રમુખ અને ઓબીસી મોર્ચા રાજ્‍ય પ્રભારી શ્રી અજય કુમાર અને પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પદાધિકારીઓ, સભ્‍યો અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah

Leave a Comment