Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીમાં પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન અને વિકાસ મંડળ દ્વારા જિલ્લામાં મકાન બાંધકામને લગતી સરકારી પ્રક્રિયા બાબતની તમામ સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે.
આયોજન અને સતા મંડળ દાનહની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે આજથી બાંધકામ પરવાનગી, પ્‍લીન્‍થ લેવલ પ્રમાણપત્ર, ભોગવટા પ્રમાણપત્ર અને આર્કિટેક્‍ટ અને એન્‍જિનિયરની નોંધણીની સેવાઓ તાત્‍કાલિક અસરથી ઓનલાઇન કરી દેવામાં આવી છે. નાગરિકો અધિકળત વેબસાઈટ www.dnhpda.in દ્વારા બાંધકામ પરવાનગી, પ્‍લીન્‍થ લેવલ પ્રમાણપત્ર, ઓક્‍યુપેન્‍સી સર્ટિફિકેટ અને એન્‍જિનિયરને લગતી ઓનલાઇન નોંધણીની સેવાઓનો લાભ લઈ શકે છે. ઓનલાઇન માળખામાં ફેરફાર સુલભતા વધારવા, પ્રક્રિયાઓને સુવ્‍યવસ્‍થિત કરવા અને સેવા વિતરણમાં કાર્યક્ષમતા સુનિヘતિ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. www.dnhpda.in પર ઉપલબ્‍ધ યુઝર-ફ્રેન્‍ડલીઇન્‍ટરફેસ અપનાવવા નાગરિકોને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષમાં સંઘપ્રદેશ પ્રશાસને ધીરે ધીરે વિવિધ સેવાઓને ઓનલાઇન કરી છે. જેના કારણે લોકોના કામો આસાનીથી ઘરબેઠા થઈ રહ્યા છે. જે વહીવટી માળખાની પારદર્શિતા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબીત કરે છે.

Related posts

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

Leave a Comment