July 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરે ખાત્રી આપી

હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવ અને ભરૂચ પ્રોજેક્‍ટ ટીમ સાથે વાપી આવી હાઈવેનું સ્‍થળ નિરીક્ષણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ચોમાસાએ સર્જેલી હાઈવેની બેહાલીની વ્‍યાપક ફરિયાદો અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી ઉચ્‍ચ રજૂઆત બાદ સોમવારે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ વાપી આવી પહોંચી હતી. તેમજ હાઈવેનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
નેશનલ હાઈવે ઓથોરિટી સુરત પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવ તેમની ટીમ સાથે સોમવારે વાપી આવ્‍યા હતા ત્‍યારે વાપી વી.આઈ.એ. અને નોટિફાઈડ તથા ઉદ્યોગપતિની ટીમે હાઈવેની બેહાલી માટે ઉચ્‍ચ રજૂઆત કરી હતી. આ નેશનલ હાઈવે સૌથી વધુ વ્‍યસ્‍ત છે તેમજ પાંચ જીઆઈડીસી હાઈવે ઉપર સંકળાયેલી છે તેમજ હાઈવે આસપાસ રહેઠાણ વિસ્‍તાર હોવાથી કનેક્‍ટિવિટી હાઈવે સાથે જોડાયેલી છે. હાઈવે પર ખાડાઓ અકસ્‍માત સર્જી રહ્યા છે. ઉદ્યોગકારોની રજૂઆત બાદ બલીઠાનો સર્વિસ રોડ પણ પહોળો કરવાની માંગ કરાઈ હતી. હાઈવેની ટીમે ટુકવાડા નિર્માણાધિન અન્‍ડર બ્રિજ પ્રોજેક્‍ટની ઊંચાઈ વધારી પહોળો કરવાની માંગણી કરાઈ હતી. હાઈવેની ટીમે સ્‍થળ નિરીક્ષણ પણ કર્યું હતું. સુરત અને ભરૂચની પ્રોજેક્‍ટ ટીમ પણ સાથે હતી. પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર સંજય યાદવેરજૂઆતો ધ્‍યાને લઈને કામ પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી તેમજ હાઈવે ઉપરના ખાડા 48 કલાકમાં પુરાઈ જશે તેવુ જણાવ્‍યું હતું. વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment