September 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: સરીગામ પંચાયત કચેરીના સંયોજક સદન ભવન ખાતે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવેના અધ્‍યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યના ગૃહ વિભાગે વ્‍યાજખોરોને ડામવા માટે ચાલુ કરેલા અભિયાન અને નજીકના ઉત્તરાયણના તહેવારને ધ્‍યાનમાં રાખી ચાઈનીઝ દોરા અને તુક્કલ જેવી આઈટમના વેચાણ અને વપરાશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી માહિતગાર કરવાના મુદ્દે લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યુંછે. એવી માહિતી લોક દરબારના પ્રારંભમાં અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવે ઉપસ્‍થિત આગેવાનોને આપી હતી. સરીગામ તેમજ આજુબાજુના વિસ્‍તારમાં વ્‍યાજખોરો અને પઠાણી ઉઘરાણીની સમસ્‍યા જગ જાહેર છે છતાં પણ આજના લોક દરબારમાં જનતાના પ્રતિનિધિઓ રજૂઆત કરવામાં નિષ્‍ફળ ગયા હતા. વગર રજૂઆતે પૂર્ણ થયેલા લોક દરબારમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકે અનુમાન લગાવતા જણાવ્‍યું હતું કે ફરિયાદી સામે આવતા ડરી રહ્યો છે. જો એવું હોય તો એમના મોબાઈલ નંબર ઉપર ફરિયાદ કરવા જણાવ્‍યું હતું અને એમને પોતાનો નંબર તેમજ પીએસઆઈ અને પોલીસ મથકનો નંબર જાહેર કર્યો હતો. આ સાથે ફરિયાદીની રજૂઆતને પ્રાધાન્‍ય આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફરિયાદીને રક્ષણ પણ આપવામાં આવશે એવું જણાવ્‍યું હતું.

Related posts

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

vartmanpravah

Leave a Comment