Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી દ્વારાતારીખ:૧૨/૦૧/૨૦૨૩ ગુરુવાર ના રોજ“Current Trends in Quality Assurance and Drug Discovery”  ના વિષય ઉપર આંતરરાષ્ટ્રીયગેસ્ટ લેકચરનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ધયુનિવર્સિટી ઑફ સિડની, ઓસ્ટ્રેલીયાના ટેકનીકલ ફેસિલિટી મેનેજર ડૉ. અરવિંદ પરમાર, મેરીયુન્યુટ્રિસાયન્સના ટેકનીકલ મેનેજર ડૉ. દિનુશા પરમાર તથા બેંચ બાયો પ્રાઈવેટ લિમિટેડ વાપી ના કોમર્શિયલ મેનેજરશ્રી બિપિન પરમારઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિકડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજનાપ્રોફેસરડૉ. કાંતિલાલ બી. નારખેડે ના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સમગ્ર શાબ્દિક સંચાલન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી તેજલ ડીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું પ્રારંભિક સંબોધન આપતા કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડેએ આ કાર્યક્રમને અનુલક્ષીને દવાના સંશોધનમાં મોલીક્યુલર ઈમેજીંગના મહત્વ વિશે સમજાવ્યું હતું.

ડો.અરવિંદ પરમારે વિદ્યાર્થીઓને “મોલેક્યુલર ઇમેજિંગ શું છે? ડ્રગ ડિસ્કવરી અને ક્લિનિકલ રિસર્ચમાં મોલેક્યુલર ઇમેજિંગની એપ્લિકેશન્સઅને વિદ્યાર્થીઓને પ્રીક્લિનિકલ અભ્યાસ માટે PET સ્કેન અને ઇમેજિંગ મોડલ્સના ઉપયોગ વિશે માહિતગાર કર્યા. આ ઉપરાંત બાળપણમાં થતા ન્યુરોબ્લાસ્ટોમાના કેસ સ્ટડી અને વ્યક્તિગત ઉપચારમાં પીઈટીના ઉપયોગ દ્વારા ઇમેજિંગ મોડલ  વિશે પણ સમજાવ્યું.શ્રીમતી. દીનુષા પરમારે “ફાર્માસ્યુટિકલ એનાલિસિસ એન્ડ ક્વોલિટી એસ્યોરન્સ– લિમિટલેસ સ્કોપ” વિષય વિશે વર્ણન કર્યું હતું. તેમણે વિશ્લેષણાત્મક વિજ્ઞાન અને ELISA, RTPCR અને LCMSMS સહિત એલર્જન પરીક્ષણ માટેના કેસ સ્ટડી વિશેનું ઊંડાણ પૂર્વકનું વિસ્તરણ કર્યું હતું.જે વિદ્યાર્થીઓ માટે લાભદાયી અને કોલેજ માટે ગૌરવવંતી બાબત છે. તથા અંતમાં કોલેજના પ્રોફેસર અને સંસ્થાના એકેડેમિકડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારએ મુખ્ય વક્તા ડૉ. અરવિંદ પરમાર અને ડૉ. દિનુશા પરમાર તથા તેમની ટીમની વ્યસ્ત કાર્યસુચી હોવા છતાપણ આ મહત્વના મુદ્દા વિશે માહિતગાર કર્યા એ બદલ  વિશેષ અભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતે કોલેજના પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડે એ આભારવિધિ દ્વારા  સૌનોઆભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment