Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: પોદાર જમ્‍બો કિડ દ્વારા 23મી ડિસેમ્‍બર 2022ના રોજ ‘વાર્ષિકોત્‍સવ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની થીમ હતી ‘‘વનબંધુ”.
આ કાર્યક્રમમાં મુખ્‍યમહેમાન તરીકે સુરત ખાતે આવેલ ડ્રીમ ઈન્‍ડિયા સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રીમતી પૂનમ ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહ્યા હતા. પોદાર જમ્‍બો કિડના તમામ બાળકોએ ‘વનબંધુ’ થીમ અંતર્ગત આપણા ભારતની વિવિધ જાતિઓ અને આદિવાસીઓનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. આ આદિવાસીઓ મૂળભૂત રીતે ભારતીય દેશના તમામ ભાગોમાંથી હતા. જે સંસ્‍કૃતિ પરંપરા ખોરાક, કપડા અને રોજિંદી પ્રવૃત્તિઓની આદતોને દર્શાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના નેજા હેઠળ કરવામાં આવ્‍યો હગતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પિન્‍કી યાદવે કર્યું હતું. દર્શકોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્‍યો હતો. નાના ભૂલકાઓને વિવિધ નૃત્‍યો અને દૃશ્‍યોમાં અભિનય કરતાં જોઈ વાલીઓ ખૂબ જ ખુશ થયા હતા.

Related posts

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

Leave a Comment