Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળને સોળે કળાએ ખિલવવાનો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : નરોલી ગ્રામ પંચાયત વિસ્‍તારનાશિવસેનાના કાર્યકર્તાઓએ મોટી સંખ્‍યામાં આજે ભાજપનો ભગવો ધારણ કરી આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં કમળને સોળે કળાએ ખિલવવાનો સંકલ્‍પ લીધો હતો.
પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં સેલવાસ જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં નરોલી મંડળ ભાજપ અધ્‍યક્ષ શ્રી યોગેશભાઈ સોલંકીના સફળ નેતૃત્‍વ અને પહેલથી નરોલી બૂથ નંબર 174 અને 176 સહિત નરોલી પંચાયત વિસ્‍તારથી ડેલકર જૂથ સાથે સંકળાયેલા શિવસેનાના સેંકડો કાર્યકરોએ આજે ભાજપની કંઠી બાંધી હતી.
શિવસેના છોડી ભાજપમાં જોડાનારાઓમાં નરોલી ડાંગી ફળિયાથી શ્રી નારાયણભાઈ લીમજીભાઈ પટેલ, શ્રી કલ્‍પેશભાઈ પટેલ, શ્રી કરણ પટેલ, શ્રી વસંત પટેલ, શ્રી વિરલ પટેલ, શ્રી પરિક્ષિતસિંહ ભગવાનસિંહ ચૌહાણ સહિત અનેક કાર્યકર્તાઓ આજે ઉત્‍સાહ અને ઉમંગ સાથે ભાજપમાં જોડાઈ પાર્ટીની સદસ્‍યતા પણ ગ્રહણ કરી હતી.
આજે સેલવાસ અટલ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ, પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, સેલવાસ શહેર જિલ્લા અધ્‍યક્ષ શ્રી અજયભાઈ દેસાઈ, ગ્રામીણ અધ્‍યક્ષ શ્રી દીપક પ્રધાન, નરોલી મંડળના અધ્‍યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપકભાઈ જાદવ, શ્રી શાંતુભાઈ પૂજારી વગેરે ઉપસ્‍થિતરહ્યા હતા.

Related posts

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment