October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડાના રાષ્‍ટ્રીય પુરસ્‍કાર વિજેતા હિન્‍દી સહાયક અધ્‍યાપિકા પ્રતિભાબહેને મેળવેલો ત્રીજો ક્રમ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ એજ્‍યુકેશન ઈનોવેશનમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવના રાષ્‍ટ્રીય પુરસ્‍કાર વિજેતા હિન્‍દી સહાયક અધ્‍યાપિકા પ્રતિભાબહેન સ્‍માર્ટએ હિન્‍દી વ્‍યાકરણ કારક, વિશેષણ, તત્‍સમ-તદ્‌ભવ શબ્‍દ ગિનતી, કહાની-ચિત્ર અને ધોરણ 10ના હિન્‍દી પાઠયપુસ્‍તકના તમામ પાઠો અને કવિતાઓની પી.પી.ટી. બનાવીને સફળ હિન્‍દી વિષય શિક્ષણ માટે પોતાના નવાચારને પ્રસ્‍તુત કર્યો હતો. હિન્‍દીના અધ્‍યાપિકા પ્રતિભાબહેન સ્‍માર્ટ બાળકોને ફક્‍ત પાઠયક્રમ જ ભણાવતા નથી સાથે સાથે મૂલ્‍યલક્ષી અને જીવનલક્ષી શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને એક સાચા, સારા અને આદર્શ નાગરિક બનવાની પ્રેરણા પણ આપે છે.
અધ્‍યાપિકા પ્રતિભાબહેનેશૈક્ષણિક નવાચારમાં સુંદર અને પ્રભાવી પ્રસ્‍તુતિ માટે ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. તે બદલ તેમને રૂા.3000/-નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું. તેનો તેમણે સ્‍વીકાર કરી શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દીવ અને શાળા પરિવારનો આભાર માન્‍યો હતો.

Related posts

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment