October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં આગામી તા.26 જૂન સુધી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે તે અનુસાર ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ તિથલનો દરિયો તોફાની બન્‍યો હતો. આજે રવિવાર હોવાથી સંખ્‍યાબંધ સહેલાણીઓ દરિયા કિનારે ઉમટયા હોવાથી ઉછળતા દરિયાઈ મોજાથી ભયનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.
પ્રશાસન દ્વારા તિથલ દરિયા કિનારે ચેતવણી સુચક બોર્ડ લગાવવામાં આવ્‍યા છે છતાં હજુ પણ સહેલાણીઓ દરિયાની મજા માણવાનું ચુકતા નથી. રવિવારે મોટી સંખ્‍યામાં સહેલાણીઓ ઉમટયા હતા. બાદમાં દરિયો તોફાની બન્‍યો હતો. ચારથી પાંચ ફૂટના મોજા ઉછળવા લાગ્‍યા બાદમાં સહેલાણીઓ સુરક્ષિત જગ્‍યાએ દોડાદોડી શરૂ કરી હતી. જો કે કોઈ અણબનાવ બન્‍યો નહોતો.

Related posts

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment