September 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની કેબીએસ કોલેજમાં રક્‍તદાન કેમ્‍પ તથાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં સ્‍વ સોમચંદ કે. ગૂઢકા, સ્‍વ અમ્રતબેન સોમચંદ ગૂઢકા, સ્‍વ વનીતાબેન શોભાગચંદ ગૂઢકા, સ્‍વ હંસાબેન અમૃતલાલ શાહ તેમજ સ્‍વ શાંતિલાલ કે. શાહની પૂણ્‍યતિથી નિમિત્તે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી, વાપી ઉદ્યોગનગર અને ગૂઢકા અને શાહ પરિવાર તેમજ સદર કોલેજની એન.એસ.એસ.ની યુનિટના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું કોલેજ કેમ્‍પસ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાપીની જનતા મળીને કુલ 61 યુનિટ રક્‍તદાન મળ્‍યું હતું. સ્‍વ શાંતિલાલ કે. શાહ એમના જીનાનકાળ દરમ્‍યાન વ્‍યક્‍તિ અને સમાજ વિકાસમાં તેમજ મદદ કરવા માટે હંમેશ તત્‍પર રહેતા હતા તેથી તેમની પૂણ્‍યતિથી નિમિત્તે રક્‍તદાન કેમ્‍પ તેમજ વૃક્ષારોપણ અને કોલેજની લાઈબ્રેરી માટે પુસ્‍તક દાનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રા.ખુશ્‍બુ દેસાઈ તેમજ એન.એસ.એસ. યુનિટના સ્‍વયમ સેવકોના સહયોગથી કરવામાં આવ્‍યો હતો. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે આયોજકો, વ્‍યવસ્‍થાપકો,એન.એસ.એસ. યુનિટના સ્‍વયમસેવકોના અને વિશેષ કરીને રક્‍ત દાતાઓનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ આવા સામાજીક કાર્યક્રમમાં સહકાર આપવા તત્‍પર રહેવા આહવાન આપ્‍યું હતું.

Related posts

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

Leave a Comment