Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

સરપંચ ચંદનબેન પટેલે ગ્રામજનોને સ્‍વચ્‍છતા જાળવવા અને સુકો અને ભીનો કચરો અલગ અલગ તારવવા આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 19: દાદરા નગર હવેલીની રખોલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલના દિશા-નિર્દેશ અને નેતૃત્‍વ હેઠળ નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું ગ્રામજનોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામજનોને સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરાની ગાડીમાંપણ અલગ અલગ નાંખવા માટે સમજાવવામાં આવ્‍યું હતું.
રખોલી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સોલંકીએ ગ્રામજનોને સ્‍વચ્‍છતા જાળવવા અને ભીના અને સુકા કચરાને અલગ અલગ કરીને જ આપવા તાકિદ કરી હતી અને જણાવ્‍યું હતું કે, જો કોઈ કસૂર કરવામાં આવશે તો તેમની સામે દંડ પણ વસૂલવામાં આવશે. તેથી સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જ સમજાવ્‍યું હતું.

Related posts

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

Leave a Comment