September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા રીસોર્ટમાં ચોરી કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાનવેલ ગોલ્‍ડન પોન્‍ડ રિસોર્ટના માલિક અંકિતાબેન પટેલે 14ડિસેમ્‍બર 2020ના રોજ અજાણ્‍યા આરોપી વિરુદ્ધ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આઈપીસી ધારા 447, 379 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 13 ડિસેમ્‍બર, 2020ના રોજ રીસોર્ટમાં બપોરના સમયે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ ઘુસી જઈ બે મોબાઈલ ફોન સેમસંગ એસ 10 અને એપલ 11 પ્રોમેક્‍સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘણી તપાસ બાદ પણ આ ગુનો ઉકેલાયો ન હતો. કોર્ટમાં પણ આ ગુનો એન્‍ટ્રેસ રૂપે પ્રસ્‍તૃત કરવામાં આવેલ એસ.પી. શ્રી આર.પી.મીણાએ ચાર્જ લીધા બાદ જૂના કેસોના નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, બાદમાં ફરી નવી રીતે ટેક્‍નીકલ અને ખુફિયા માહિતીની મદદથી આરોપીની શોધ કરવામાં આવેલ એ દરમ્‍યાન વાશિમ હસન પીંજારી રહેવાસી ખુમારપાડા ખાનવેલ અને રોહન રાજેન્‍દ્ર તાંબાલે રહેવાસી ખેડપા જેઓની પૂછપરછ કરવામાં આવેલ એમણે ગુનો કબુલ કર્યો હતો અને ચોરીના મોબાઇલ વિનય લક્ષી પારધી રહેવાસી ખુમારપાડા ખાનવેલ જેઓને વેચવામાં આવ્‍યા હતા. આ ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બે લાખની કિંમતના મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા હતા વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

vartmanpravah

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment