September 20, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

કાર્યક્રમમાં લગાવાયેલા વિવિધ યોજનાઓના સ્‍ટોલ ઉપરથી ગ્રામજનોએ મેળવેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આજે રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ મોટી દમણના પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી જ્‍યાં તેનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પટલારા ભીખી માતા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પટલારાના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, કચીગામ પંચાયતના વોર્ડ સભ્‍યો સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. કચીગામ પંચાયત દ્વારા ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનાના સારા કાર્યો કરવા બદલ સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. પટલારા પંચાયત વિસ્‍તારના શ્રેષ્‍ઠ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામ લોકોએ વિકસિત ભારતપ્રત્‍યે સંકલ્‍પિત બનવાના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ તથા સ્‍વચ્‍છતા અભિયાન પણ ચલાવ્‍યું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા પંચાયતના મકાત ફળિયા, છેડા ફળિયા, વચલા ફળિયા સહિતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત યાત્રા’ હવે તેના આગલા પડાવ મોટી દમણના મગરવાડા ગ્રામ પંચાયતમાં પહોંચશે.

Related posts

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

vartmanpravah

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment