December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

વગર લાયસન્‍સે ઉંચા વ્‍યાજદરથી નાણા ધીરાણ ક2ી અવેજમાં જરૂરીયાતમંદ લોકોના ટુ વ્‍હીલ અને ફોર વ્‍હીલ વાહનો ફરજીયાતપણે પોતાની પાસે જમારાખી ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: નવસારી મે.પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્‍યાય (આઇ.પી.એસ) દ્વારા ખેરગામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ઉંચા વ્‍યાજ દરે નાણા ધીરાણ કરી સામાન્‍ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઈસમો વિરુધ્‍ધ દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્‍પષ્ટ સુચના તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા શ્રી એસ.કે.રાય ના.પો.અધિ.સા.શ્રી નવસારી વિભાગ દ્વારા પણ જરૂરી સુચના આપવામાં આવી હતી. જે આધારે તા.28/01/2023 ના રોજ ખેરગામ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, નારણપોર કાદવળીયું કળીયા ખાતે રહેતા ભીખુભાઈ રમણભાઈ પટેલ તેના ઘરે ગેર-કાયદેસર વ્‍યાજ વટાવનો ધંધો કરે છે, અને રૂપિયાની જરૂરીયાતવાળા માણસો પાસેથી તેમના ટુ વ્‍હીલ અને ફોર વ્‍હીલ વાહનો બળજબરી પૂર્વક પોતાની પાસે ગીરવે રાખી જરૂરીયાત મુજબના રૂપિયા આપી તેના ઉપર પુષ્‍કળ વ્‍યાજ ઉપરાવે છે. જે હકીકત આધારે પંચો રુબરુ હકીકત વાળી જગ્‍યા ઉપર ખાત્રી કરતા આરોપી ભીખુભાઈ રમણભાઈ પટેલ પાસેથી જરૂરીયાત વાળા લોકો પાસેથી તેમના ટુ વ્‍હીલ/ફોર વ્‍હીલ વાહનો પોતાની પાસે જમા રખાવી જરૂરીયાત મુજબના નાણા 5 ટકા માસિક વ્‍યાજ દરે આપેલ હોવાની વ્‍યાજ વટાવની જુદી જુદી નોંધોકરેલ રજીસ્‍ટર મળી આવેલ. સદર આરોપીની વધુ પુછપરછ કરતા વ્‍યાજ વટાવના કામે જરૂરીયાતમંદ લોકો પાસેથી ફરજીયાતપણે જમા લીધેલા વાહનો પોતાના ઘરના ઢોરના કોઢાર તથા પેજારીમાં તાડપતરીથી ઢાકી સંતાડી જમા રાખેલા ટુ વ્‍હીલ વાહનો નંગ-20 તથા ફોર વ્‍હીલ વાહન નંગ-01 મળી કુલ 21 વાહનો કીંમત રૂપિયા 10,60,000/- તથા વ્‍યાજે નાણા લેનાર ઈસમ જો માસિક 5 ટકા વ્‍યાજ નિયત સમયે ભરી ના શકે તો તેની પાસેથી બળજબરી પૂર્વક માસિક 7 ટકાના દરે લીધેલ વ્‍યાજની રકમ રૂપિયા 7,880/- તથા મોબાઇલ નંગ-01 કિંમત રૂપિયા 5000/- મળી કુલ રૂપિયા 10,72,880/- ના મુદામાલ સાથે પકડી પાડી ખેરગામ પો.સ્‍ટે.ને તા.29/01/2023 ઇ.પી.કો. કલમ 384 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ-40-42-એ.ડી. મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઈ. શ્રી જે.વી.ચાવડા ખેરગામ પો.સ્‍ટેનાઓએ હાથ ધરેલ છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment