Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વરરાજકુમાર ગુપ્તાએ વર્ષ 2020માં 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ બાળકી સાથે દુષ્‍કર્મ આચર્યા બાદ હત્‍યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટો બાંધી લટકાવી દેવાનો જઘન્‍ય અપરાધ કર્યો હતોઃ વાપી કોર્ટે આ કેસને રેરેસ્‍ટ ઓફ ધ રેર ગણાવી ફાંસીની સજાનો હુકમ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપીમાં પોકસો એક્‍ટ હેઠળનાં સ્‍પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે બળાત્‍કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્‍ય કરી હત્‍યા કરનાર આરોપી એવા પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજશ્રીએ ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્‍યો છે.
વાપી કોર્ટના જજશ્રી કે.જે. મોદીએ સોમવારે 30મી જાન્‍યુઆરી 2023ના મહત્‍વનો ચુકાદો સંભળાવ્‍યો હતો. જેમાં વર્ષ 2020માં વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રહેતી એક 9 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ બાળકી સાથે દુષ્‍કર્મ આચર્યા બાદ હત્‍યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્‍ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્‍યો છે.
આ સ્‍પેશ્‍યલ પોક્‍સો કેસ અંગે વાપી કોર્ટના ડીજીપી શ્રી અનિલ ત્રિપાઠીએ વિગતો આપી હતી. વર્ષ 2020માં 7મી ફેબ્રુઆરીએ વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રહેતીએક 9 વર્ષની બાળકીનો પંખે લટકતી હાલતમાં મૃતદેહ મળ્‍યો હતો. જેની ટાઉન પોલીસે તપાસ હાથ ધરી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરતા બાળકી સાથે દુષ્‍કર્મ આચરી ત્‍યાર બાદ ગળું દબાવી હત્‍યા કરી હોવાનો ખુલાસો થયો હતો. જે અંગે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી 10મી ફેબ્રુઆરી 2020ના પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તા નામના યુવકની ધરપકડ કરી હતી.
આ યુવકે તે વખતે પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે ફોરેન્‍સિક રિપોર્ટ આધારે તે પુખ્‍ત વયનો હોવાનું સાબિત કરી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ કબુલ્‍યું હતું કે, તેણે જ બાળકીનું ગળું દબાવી હત્‍યા કરી તેને આપઘાતમાં ખપાવવા પંખે લટકાવી દીધી હતી. એટલું જ નહીં હત્‍યા કરતા પહેલા અને હત્‍યા બાદ બાળકી સાથે દુષ્‍કર્મ આચર્યું હતું. હત્‍યા બાદ મિત્રો સાથે ચીકનની પાર્ટી કરી હતી. મૃતક બાળકીને દવાખાનામાં લઈ જતી વખતે તેની માતા સાથે દવાખાને ગયો હતો અને પોલીસની તપાસમાં પણ દૂરથી સતત નજર રાખી રહ્યો હતો.
22 વર્ષીય આરોપી પ્રદિપ ઉર્ફે રાજેશ ગુપ્તાની બનાવ વખતે 19 વર્ષની ઉંમર હતી. જેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્‍યો હતો. જેની સામે વિવિધ કલમો હેઠળ અનેસ્‍પેશ્‍યલ પોકસો કેસ હેઠળ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ડીજીપી શ્રી અનિલ ત્રિપાઠીએ નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ રેરેસ્‍ટ ઓફ ધ રેરી કેટેગરીમાં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્‍ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો કરી હતી.
જે આધારે નામદાર કોર્ટે આઈપીસી કલમ 302 નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્‍સો એક્‍ટની કલમ 6 માં દેહાંત દંડ તથા આઈપીસીની કલમ-201નાં ગુનામાં સાત વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. એ ઉપરાંત આરોપી તરફથી મૃતક બાળકીના પરિવારને 17 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
બાળકીની હત્‍યા કરનાર યુવક વાપીમાં રખડતો ભટકતો અને છૂટક મજૂરી કરતો હતો તે મૃતક બાળકીની ચાલમાં અવારનવાર આવતો હતો. હત્‍યાના દિવસે તેણે તકનો લાભ લઈ બાળકી સાથે દુષ્‍કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીએ બાળકી સાથે દુષ્‍કર્મ કરતી વખતે ટીવીનો અવાજ પણ વધારી દીધો હતો જેથી બાળકીની ચીસો કોઈને સંભળાય નહોતી. હાલ આ સમગ્ર ઘટનાને લઈ લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાળકીનુંપોસ્‍ટમોર્ટમ કરનાર તબીબે બાળકીની આંખોમાં લોહીની ટશરો જોઈ આ બાળકી લોહીના આંસુએ રડી હશે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કર્યો હતો. જે યાદ કરી વાપી નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. વલસાડ જિલ્લાનો આ પ્રથમ કેસ છે જેમાં પોકસો હેઠળ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

Related posts

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

Leave a Comment