(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રહેતા સાહિલ ઝા નામના 17 વર્ષના યુવાન ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા પછી ‘જળવાયુ પરિવર્તન અને ભૂમિ બચાવવા’નાસંદેશ સાથે ભારત ભ્રમણ પર નીકળ્યા છે. જેમનું આજે સેલવાસ ખાતે આગમન થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ 1લી, મે 2022ના રોજ શરૂ કરેલી આ સફરમાં 10 કરતા વધારે રાજ્યોમાં સાયકલ પર ફરીને લોકોને ‘જળવાયુ પરિવર્તન અને ભૂમિ બચાવવા’ માટેનો સંદેશો આપી રહ્યા છે. આ દરમિયાન તેણે 150 કરતા વધુ કોલેજ અને શાળામાં આ વિષય ઉપર વ્યક્તવ્ય આપ્યું હતું. તેમણે ઘણી બધી ઈવેન્ટ્સ પણ કરી જેમાં પોલીસ વિભાગ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોસ્પિટલ વગેરેની ઈવેન્ટ્સમાં તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાહિલ ઝા પોતાની સાયકલ યાત્રા દરમિયાન ઓરિસ્સા, કેરળ અને કર્ણાટકના ગવર્નરને મળ્યા હતા તથા ગોવાના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી, પર્યાવરણ મંત્રી, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેમાં કાર્ય કરતા લોકોને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરૂર, સદ્ગુરુ રક્ષિત શેટ્ટી વગેરે મહાનુભાવોને પણ મળીને પોતાનો વિચાર રજૂ કર્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/01/IMG-20230131-WA0020-960x540.jpg)