December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

દારૂ-બિયરની કુલ 6,78,773 નંગ બોટલનો જથ્‍થો નાશ કર્યો : નાશથી ચારે તરફ આલ્‍કોહોલની તિવ્ર વાસ ફેલાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્‍ટ પર જિલ્લા પોલીસે વિવિધ 8 પોલીસ સ્‍ટેશનમાં જપ્ત કરાયેલ દારૂનો જથ્‍થો નાશ કર્યો હતો. કાર્યવાહીમાં કુલ 8,37,77,814રૂપિયાનો કુલ 6,78,773 નંગ બોટલ ઉપર પોલીસે રોલરો ફેરવી દારૂનો જથ્‍થો નાશ કર્યો હતો.
વલસાડ જિલ્લો મહારાષ્‍ટ્ર, સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીને જોડતો સરહદી જિલ્લો હોવાથી આ વિસ્‍તારમાં મોટાપાયે દારૂની હેરાફેરી બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. પોલીસ તવાઈ કરી બુટલેગરોની ધરપકડ કરે છે. તેવી પ્રોહિબિશનની કાર્યવાહીમાં જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ સીટી અને રૂરલ મળી પોલીસે 6,08,773 નંગ બોટલો ઉપર રોલર ફેરવ્‍યુ હતું. કુલ 8,37,77,814 રૂપિયાના માતબર કિંમતનો દારૂનો જથ્‍થો આજે નાશ કરાયો હતો. આ જથ્‍થો જિલ્લાના કુલ 13 પોલીસ મથકોનો હતો. તમામ જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના દારૂનો જથ્‍થો ટ્રક, છોટા હાથી જેવા વાહનોથી ભિલાડ ચેક પોસ્‍ટ પાસે લાવવામાં આવ્‍યો હતો. જેને જેસીબી ફેરવી નાશ કરાયો. જિલ્લા એસ.ડી.એમ., ડી.વાય.એસ.પી. તમામ 13 પો.સ્‍ટે.ના પી.આઈ. પી.એસ.આઈ. અને પોલીસ કર્મચારીઓ કાર્યવાહીમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ જથ્‍થો વર્ષ તા.1-11-2023 થી તા.31-10-2024 સુધીનો નાશ કરાયો હતો. નાશ કરવાની કામગીરી દરમિયાન આલ્‍કોહોલની તિવ્ર વાસ ચારે તરફ ફેલાઈ જવા પામી હતી.

Related posts

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment