
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ શ્રી સંજીવ તિવારીએ પોતાની આગવી અદામાં જણાવ્યું હતું કે, ડીઆઈએના અધ્યક્ષ તરીકે જેમની પણ નિયુક્તિ થાય છે તેમણે પોતાના કાર્યકાળના બે વર્ષ પછી સીટ ખાલી કરવાની માનસિકતા રાખવી જરૂરી છે. તેમણે આ વાત વિદાય લેતા અને નવનિયુક્ત પ્રમુખ બંનેએ યાદ રાખવાની માનસિકતા કેળવવા માર્મિક ટકોર પણ કરી હતી.

