December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઘડોઈ ગામના દલા ફળીયા ખાતે રહેતા પરિમલ છીબુભાઈ ધો.પટેલ (ઉ.વ-38) જે ટપક સિંચાઈ યોજનામાં કરાર આધારિત નોકરી કરતો હોય જે મંગળવારની સવારના સાતેક વાગ્‍યાના સમય દરમ્‍યાન હીરો સ્‍પ્‍લેન્‍ડર મો.સા નં-જીજે-15-એએચ-8287 પર લીલાપોરગામના મિત્ર રાજુભાઈ સાથે નીકળ્‍યા હતા. દરમ્‍યાન ચીખલીના મજીગામ નેશનલ હાઈવે પરના બ્રિજ પાસે આવતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્‍યા ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ઉપર સવાર બંને ઈસમો નીચે પડી ગયા હતા. અને પરિમલ પટેલના ઉપરથી ટ્રક ફરી વળતા જેનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું હતું. જ્‍યારે પાછળ બેસેલ રાજુભાઈને શરીરે ઈજા થતાં સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગેની ફરિયાદ કેયુર છીબુભાઈ ધો.પટેલ (ઉ.વ-30) (રહે.ઘડોઈ દલા ફળીયા તા.જી.વલસાડ) એ કરતા પોલીસે અજાણ્‍યા ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

vartmanpravah

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment