December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

  • હત્‍યારાઓએ ધારધાર હથિયાર વડે યુવકનું ગળુ કાપવાની કરેલી કોશિષ

  • મૃતક યુવક મુળ રહેવાસી ઓરિસ્‍સાનો અને દમણમાં કૂક તથા કેટરિંગનું કામ કરતો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: દમણના કચીગામમાં સોમવારે એક યુવકની હત્‍યા કરીને વાડી નજીકના નાળામાં ફેંકી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના કચીગામમાં સોમવારના રોજ એક વાડી નજીક એક યુવકની હત્‍યા કરીને લાશને નાળામાં ફેંકી દેવાની ક્રુર ઘટના અંગેની ખબર કચીગામ પોલીસને મળી હતી. કચીગામ પોલીસ ચૌકીના ઈન્‍ચાર્જ ભાવિની હળપતિએ ટીમ સાથે ઘટના સ્‍થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે ગંદા નાળામાંથી હત્‍યા કરાયેલ યુવકની લાશને બહાર કાઢી તપાસ કરતા 33 વર્ષીય ગૌરીશંકર મૂળ રહેવાસી ઓરિસ્‍સાનો હોવાનું જણાયું હતું.
પોલીસે વધુમાં જણાવ્‍યું કે, મૂળ ઓરિસ્‍સાના રહેવાસી ગૌરીશંકર (ઉ.વ.33) દમણમાં કૂક અને કેટરિંગનું કામ કરતો હતો. મંગળવારે સવારે મૃતકની લાશ કચીગામમાં એક વાડી નજીકના ગંદા નાળામાંથી મળી આવી હતી. જ્‍યાં મૃત યુવકના ગળામાં ધારદાર હથિયારથી હૂમલો કરેલાના ઊંડા નિશાન જોવા મળ્‍યા હતા. ગળા ઉપરના નિશાનથી ખબરપડી કે મૃતકની હત્‍યા દરમિયાન તેની બેરહેમી અને ક્રુરતાપૂર્વક ગળું કાપવાની કોશિષ કરી હતી.
પોલીસે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ કેસ નોંધી ઘટના અંગેની આગળની વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

vartmanpravah

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.થી રેતી ભરીને મુંબઈ જઈ રહેલ ટ્રકને સુગર ફેક્‍ટરી પાસે વાંકી નદીના બ્રિજ પાસે નડ્‍યો અકસ્‍માત, લક્‍ઝરી બસના ચાલકેઓવરટેકની લ્‍હાયમાં ટ્રકને કટ મારતા ટ્રકે પલ્‍ટી મારી

vartmanpravah

Leave a Comment