February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નજીક બલીઠા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર વિચિત્ર અને ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં મોપેડ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. ઘટનામાં હાઈવે પર કાર લઈને જતા કાર ચાલકે સ્‍ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરની લોખંડની રેલિંગ તોડી સર્વિસ રોડ પર એક્‍ટિવા લઈને જતા ચાલકને અડફેટે લીધો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાપી બલીઠા હાઈવે પર મામલતદાર કચેરી પાસે સવારે સફેદ કલરની જીજે-21-બીસી-4959 નંબરની કાર વલસાડથી વાપી તરફ આવતા કાર ચાલક નિલકુમાર રામચંદ્ર પટેલે અચાનક સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે નંબર 48 પરથી કારને સીધી સર્વિસ રોડ માટે ઉભી કરેલી લોખંડની રેલિંગને અથડાવી હતી. કાર રેલિંગને તોડી સર્વિ.સ રોડ પર આવી ગઈ હતી. જે સમયે સર્વિસ રોડ પર એક્‍ટિવા નં. જીજે-1પ-ડીક્‍યુ-6081 લઈને અંબાચના મનોજ ભગુ પટેલ પસાર થઈ રહ્યા હોય તેને પાછળથી અડફેટે લઈ ટક્કર મારી હતી. અચાનક પુરઝડપે આવેલા કાર ચાલકની ટક્કરે મોપેડ ચાલક મનોજ પટેલ ફંગોળાયા હતા. જેમાં તેને માથાના અને શરીરના અન્‍ય ભાગે ગંભીર ઈજાઓથતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્‍યું હતું.
બલીઠા હાઈવે પર થયેલા કાર અને મોપેડ વચ્‍ચે સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતને લઈ આસપાસના લોકો દોડી આવ્‍યા હતાં. જેઓએ તાત્‍કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. તો, અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર મનોજના પરિવારજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. અકસ્‍માત બાદ ઘટના સ્‍થળે પહોંચેલ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલવા સાથે ઈજાગ્રસ્‍ત કાર ચાલકની પ્રાથમિક સારવાર સહિત કરાવી અકસ્‍માત અંગે તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે મૃતકના ભાઈએ વાપી ટાઉન પોલીસમાં કાર ચાલક નિલકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. વધુ મળતી વિગતો મુજબ મૃતક મનોજ પટેલ વાપીમાં નોકરી કરતો હતો. અને અંબાચ ગામનો રહીશ હતો. તેના મોતની ખબર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનો પંચાયતોને સત્તા આપવાનો રાગઃ ‘કહીં પે નિગાહે, કહીં પે નિશાના’

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

Leave a Comment