સંઘપ્રદેશ 3Dને પોતાની યુનિવર્સિટી મળે તે માટે પસાર કરાયેલો ઠરાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.01 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આજે ‘વિદ્યાર્થી હુંકાર’ જિલ્લા વિદ્યાર્થી સંમેલન, દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં દમણ, સેલવાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી નેતાઓના વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ ‘વિદ્યાર્થી હુંકાર’સંમેલનમાં સંઘપ્રદેશ 3ડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ પ્રસ્તાવને આવકાર્યો હતો. આ દરખાસ્ત આગામી દિવસોમાં વહીવટી તંત્રને એક મેમોરેન્ડમ હેઠળ રજૂ કરવામાં આવશે. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં એબીવીપી ગુજરાત રાજ્યના મંત્રી સુશ્રી યુતિબેન પ્રદીપ, અને શ્રી કેવિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.